કપરાડા: સમગ્ર ગુજરાતમાં હાલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારી ચાલી રહી છે ત્યારે આ પ્રસંગે યોજાનારી પરેડમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના યુવકેની પસંદગી પામી તાલુકાનું ગૌરવ વધાર્યાની વાતો લોકમુખે સંભાળવા મળી રહી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે વલસાડ જરબાનું ફિરોઝ શાહ કોલેજ નું ગૌરવ ત્રીજા વર્ષ માં ભણતો વિદ્યાર્થી રાઉત તારક રાજ વલ્લભભાઈ રહે વારોલી તલાટના કપરાડા તેવો એન.એન.એસ સ્વંય સેવક છે તેમને પી.આર. ડી માં ઝોન કક્ષાએ પસંદગી થઈ અને તાલીમ પૂર્ણ કરી હાલ તેવો એસ.આર. ડી માં પસંદ પામેલ છે આ વાત સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરતા લોકો યુવકને અભિનંદન આપી રહ્યા છે

કપરાડાનો આ યુવક આગામી 26 જાન્યુઆરી દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં વેરાવળ સોમનાથ ખાતે ઉજવણી થનાર કાર્યક્રમ ભાગ લેશે વલસાડ જિલ્લા કોલેજ તેમજ કપરાડા તાલુકામાં માટે ગૌરવની વાત છે એમ કહેવામાં કશું જ ખોટું નથી.