ડાંગ: ગતરોજ આમ આદમી પાર્ટી ડાંગ જીલ્લા પ્રભારી તેમજ ડાંગ જીલ્લા CYSS પ્રમુખ અને ડાંગ જીલ્લા આપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જની આગેવાનીમાં ખાતરનો ભાવવધારો પરત ખેચી ખેડૂતો પરનો બોજ વધતો અટકાવવા બાબતે ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી મારફતે માન. મુખ્યમંત્રી મંત્રીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ સરકારે ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રાખીયો છે જેમાં 1 જાન્યુ 2022થી ખાતરનો ભાવ વધારો અમલી કરવા એગ્રો સેન્ટરોને સૂચનાઓ આપી દીધી છે. જેમાં નવા ભાવનું લિસ્ટ જોઈએ તો એન.પી.કે. ખાતરના 1185/-રૂપિયાથી વધીને 1640/-કર્યા એટલે કે 38%નો વધારો, એ.એસ.પી.ખાતર ના ભાવ 975/-રૂપિયા હતાં તે વધારીને 1320/-કર્યો એટલે 35%નો વધારો, પોટાશ ખાતરના ભાવ 1040/-રૂપિયા હતાં તે વધારીને 1780/-કર્યા એટલે 70%નો વધારો, અમોનિયમ સલ્ફેટ ના 656/-રૂપિયા હતાં તે વધીને 850/-કર્યો એટલે કે 30%નો વધારો કર્યો સરેરાશ 30થી 70% સુધીનો ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. આ તો ખેડૂતો સાથે સીધી છેતરપિંડી જ કહેવાય.

આવેદનપત્રમાં કરવામાં આવેલ નોંધ અનુસાર સરકાર આ ભાવ-વધારો તાત્કાલિક પાછો ખેંચે અને ખેડૂતોને આપેલું વચન પાળે અને ખેડૂતો પર પડનારો બોજ ટાળે તેમજ હાલ જે યુરિયા ખાતરની જે અછત ઉભી થયેલ છે તે પુરી કરી છેવાડાના ગામડાના ખેડૂતોને પૂરતું યુરિયા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો ભાવ-વધારો પાછોના ખેંચાય તો ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના અને ખાતરના અસહન્ય ભાવ-વધારાને મુદ્દાને લઈને ખેડૂતોના હિતમાં ખેડૂતોની સાથે રાખી આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે.