મેડિકલ જગત માટે આ એક પોઝિટીવ ખબર છે આ સફળતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે તમને જાણીને ખુશી થશે કે નવા વર્ષના પ્રથમ મહિનામાં જ અમેરિકન સર્જનોએ જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરના હૃદયને 57 વર્ષના માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને ઈતિહાસ રચ્યો છે.

VTVના પ્રકાશિત રિપોર્ટ અનુસાર હૃદયની ગંભીર બિમારીઓથી પીડિત લાખો લોકો માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનનો નવો માર્ગ ખુલ્યો છે. યુએસ ડ્રગ રેગ્યુલેટર FDA એ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ સર્જરી માટે મંજૂરી આપી હતી. પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે આ કટોકટીની મંજૂરી એ 57 વર્ષીય પીડિત વ્યક્તિનો જીવ બચાવવાનો છેલ્લો ઉપાય હતો.

ડેવિડની હાલત હવે સુધરી રહી છે
બેનેટ ટ્રેડિશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા ન હોત, તેથી અમેરિકન ડોકટરોએ આ મોટો નિર્ણય લીધો હતો અને એક ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું . યુનિવર્સિટીના નિવેદન અનુસાર પીડિત ડેવિડ બેનેટની હાલત નાજુક હતી. તેથી તેનો જીવ બચાવવા માટે જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડેવિડની હાલત હવે સુધરી રહી છે અને નવું અંગ કેવી રીતે કામ કરી રહ્યું છે તે જોવા માટે તેની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.