ડાંગ: વર્તમાન સમયમાં જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેના કારણે આજરોજ ડાંગના સમગ્ર પંથકમાં ધુમ્મસ અને વરસાદના અમી છાંટણામાં સંપૂર્ણ વાતાવરણ જાણે મીની કાશ્મીરની દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે સ્થાનિક લોકોએ આ બદલાયેલા મોસમને મન ભરીને માણ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જીલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સર્વત્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.નિક લોકોએ આ બદલાયેલા મોસમને મન ભરીને માણ્યું હતું પરંતુ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવી જતા ડાંગી ખેડૂતોનાં શિયાળુ પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાવા પામી છે..

ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વ્યાપારી નગર વઘઇ, આહવા, સુબિર સહીતનાં પંથકોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનાં ઝાપટા પડતા સર્વત્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.