વાપી: આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીનાં પ્રોફેસર ડો. જયંતિલાલ. બારીસને “Gujarat cine Media special Achievement Awards” એનાયત કરવામાં આવ્યો જેને લઈને પરીવાર સમગ્ર પંથકમાં ખુશી માહોલ ફેલાયો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સંસ્કારી નગરી વડોદરાના આંગણે ગુજરાતના ડાંગ વિસ્તારના કેશબંધ ગામના વતની કવિ અને લેખક શ્રી ડો.જયંતિલાલ. બી. બારીસને Gujarat cine Media special Achievement Awards” દ્વારા સમ્માન 2021માં સમ્માનિત કરવામાં આવ્યા.
ગ્રેવા ફિલ્મના નિર્દેશક અમિત પટેલ તેમજ રોનક પંચાલ દ્વારા ડો.જયંતિલાલ. બી.બારીસ ને હિન્દી સાહિત્યમાં અતુલનીય યોગદાનને કારણે તેમને ‘ગુજરાત સિનેમા મીડિયા’ એવૉર્ડ વડોદરામાં સમ્માન થી નવાજવામાં આવ્યા. આ સમયે આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈએ અને આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.

