દક્ષિણ ગુજરાત: આજે દક્ષિણ ગુજરાત કે રાજ્યમાં કોરોના ફરી એક વાર હાહાકાર મચ્ચો છે ત્યારે મચાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહ્યું છે કે, કોરોનાવાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વિશ્વભરમાં લોકોના જીવ લઇ રહ્યું છે અને તેને હળવાશથી ન લેવું જોઈએ.
WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે ગુરુવારે જણાવ્યું હતું કે નવા પ્રકારથી રેકોર્ડ સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે.તે ઘણા દેશોમાં તેના અગાઉના ડેલ્ટા વેરિઅન્ટને ઝડપથી હરાવી રહ્યું છે. એટલે કે હોસ્પિટલો ભરાઈ રહી છે.
ટેડ્રોસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અલબત્ત, ઓમિક્રોન, ડેલ્ટા કરતાં ઓછું ગંભીર જણાય છે, ખાસ કરીને જે લોકોમાં રસી આપવામાં આવી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને હળવાશથી લેવું જોઈએ. જૂના વેરિઅન્ટની જેમ Omicron સંક્રમિત લોકોના હોસ્પિટલમાંસારવાર દરમિયાન મોત નીપજી રહ્યા છે. તેમ છતાં, કેસોની સુનામી ઝડપથી અને મોટા પાયે જોવામાં આવી છે. આનાથી વિશ્વભરની આરોગ્ય પ્રણાલીઓનું ભારણ વધી રહ્યું છે. ગયા અઠવાડિયે, WHOએ 95 લાખ નવા કોરોનાના કેસ નોંધ્યા છે, જે એક રેકોર્ડ છે અને એક સપ્તાહ પહેલા જોવા મળેલા કેસો કરતાં 71 ટકા વધુ છે. પરંતુ તેને ઓછો આંકવામાં આવ્યો હતો.

