ગુજરાત: કોરોનાના વધતા સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ પણ સંક્રમિત થઈ રહ્યો છે.ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓને કોરોનાથી વિદ્યાર્થીઓને બચાવવા કેટલીક શાળાઓ તો હવે ખુદ ઓફલાઈન શિક્ષણના નિર્ણયો પણ લેવા માંડી છે
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાનું સંક્રમણ 5 ગણી ઝડપે વધી રહ્યું છે. અને મોટી સંખ્યામાં શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થવાના લાગ્યા છે તો બીજી બાજુ ઓફલાઈન શિક્ષણને હાલના સમયમાં બંધ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી જણાતો ત્યારે વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદમાં ઉદગમ,ઝેબર અને સાયોના સ્કૂલના સંચાલકોએ હાલના સમયમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં જ વડોદરાની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કૅલપતિ બાદ વધુ 10 લોકોને કોરોના થતા ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદના વિદ્યાનગરની આિકાટેક કોલેજના એક જ વર્ગના 7 વિદ્યાર્થીઓને કોરોના થતા 15 દિવસ માટે કોલેજને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ હાલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણય માત્ર અમુક શાળાઓ અને યુનિ. જ લઈ રહી છે. એવી અપેક્ષા રાખી શકાય કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના સ્વાસ્થને ધ્યાનમાં લઇ વધતુ સંક્રમણ કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી શાળાઓ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી આવનારી ભાવિ પેઢીને સુરક્ષિત રહી શકે.

