ચીખલી: વર્તમાન સમય કોરોના કપરા કાળમાં જ્યારે લોકો મુશ્કેલીઓ અનુભવી અને ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે ત્યારે ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાન કિરણ ધોડિયા સમાજભવન ખાતે જે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા આયોજિત વિના મુલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી વિગતો અનુસાર ગતરોજ લક્ષ્મી સિમેન્ટ દ્વારા અને મેટાસ એડવાન્ટીસ્ટ હોસ્પિટલના સહયોગથી ધોડિયા સમાજની વાડી રાનકુવા ખાતે બાંધકામ થી જોડાયેલ મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 કરતા વધુ દર્દીએ લાભ લીધો હતો નિષ્ણાંત ડોક્ટર ટીમ દ્વારા રૂટીન ચેકપ ઉપરાંત આંખોનું નિદાન, બ્લડ સુગર, બ્લડ પ્રેશર, ECG વિગેરેનું નિદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સફળ બનાવવા જે કે લક્ષ્મી સિમેન્ટના અધિકારીઓ તથા ડીલર (માં કૃપા સ્ટીલ રાજુભાઈ રાનકુવા અને શ્રી મારુતિનંદન હાર્ડવેર & જનરલ) એ જેહમત ઉઠાવી હતી.

