ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના બસ ડેપોમાં સ્વસ્છતા સર્વેક્ષણ કાર્યક્રમ 2022 અંતર્ગત ધરમપુરમાં છેલ્લા એક દસકાથી લોક ઉત્થાન માટે કાર્ય કરી રહેલા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા કળા અને કૌશલ્ય ગ્રુપ દ્વારા જાગૃતિ માટે શેરી નાટક કરવામાં આવ્યું.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના બસ ડેપોમાં સ્વસ્છતા સર્વેક્ષણ કાર્યક્રમ 2022 અંતર્ગત ધરમપુરમાં છેલ્લા એક દસકાથી લોક ઉત્થાન માટે કાર્ય કરી રહેલા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા કળા અને કૌશલ્ય ગ્રુપ દ્વારા જાગૃતિ માટે શેરી નાટક રજુ કરવામાં આવ્યું જેમાં હાલમાં કોરોનાના કપરા સમયમાં સ્વસ્છતા કેટલી જરુરી છે તેના વિષે લોક્મંગલમના સ્થાપક નિલમ પટેલે લોકોને માહિતી આપી હતી.

આ પ્રસંગે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ નિલમ પટેલ, ધરમપુરના જાણીતા વકીલ હાર્દિકભાઈ નગર પાલિકાના સભ્યો ડેપોના કર્મચારીઓ અને ઘણાં મુસાફરો હાજર રહ્યા હતા.