છોટાઉદેપુર: સંપૂર્ણ ભારત ભરમાં શરુ થયેલા બાળકોના વેક્સીનેશન કાર્યક્રમમાં આજરોજ ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જીલ્લામાં 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોના વેક્સિનેશનના પ્રારંભમાં જિલ્લા કલેકટર પોતાની હાજરી આપી હતી.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આજથી 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પુનિયાવાંટ ગામે ચાલતી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં 15 થી 18 વર્ષની વિદ્યાર્થીનીઓને કોવીડ-19 વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મેડમ હાજર રહ્યા હતા અને બાળકોને વેક્સિન લેવા પ્રેરણા આપી હતી.
ત્યાર બાદ તેઓએ બાળકોના શિક્ષણ વર્ગોનું નિરીક્ષણ કરી તેમજ બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી સંચાલકો અને શિક્ષકોને જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા.

