કપરાડા:  આજ રોજ કપરાડા તાલુકાના વારોલી તલાટ સ્થિત શ્રી ક્રિષ્ના યુવક મંડળના આશરે ૫૦ જેટલા ભાવિક ભક્તો શિરડી સાઈબાબાનાં મંદિરે પગપાળા દર્શન કરવા માટે જવા રવાના થયા છે.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ કપરાડ તાલુકાના વારોલી તલાટ સ્થિત શ્રી ક્રિષ્ના યુવક મંડળના ૫૦ જેટલા ભાવિક ભક્તો સાઈબાબાના મંદિરે દર્શન કરવા પગપાળા જવા રવાના થયા હતા. મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શિરડી સાઈબાબાના મંદિરે પગપાળા દર્શન કરવા જવાનું આયોજન કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વારોલી તલાટ ગામમાં આયોજન કરેલ પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત મહેમાનો તરીકે વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, પ્રકાશભાઈ, માજી જીલ્લા પંચાયત સભ્ય વિનુભાઈ, તેમજ ગમનભાઈ ધીરુભાઈ ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા. જુઓ આ વિડીયોમાં..