કપરાડા: ગ્રામ પંચાયતની ચુંટણીમાં સુથારપાડા જુથ ગ્રામ પંચાયતમાં કાઉન્ટીંગ અધિકારીની ગેરરીતિ તથા તેમની બેદરકારીના કારણે સત્તાવાર ઉમેદવારને વિજય જાહેર કર્યા બાદ ત્રીજા દિવસે પરિણામમાં રાજકીય દબાણથી ફેરફાર કરી સામેના ઉમેદવારને વિજયી જાહેર કર્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સુથારપાડા જૂથ ગ્રામ પંચાયત ચૂંટણી કામે વોર્ડ નંબર-2 માં ચૂંટણી કાઉન્ટીંગ અધિકારીશ્રી મંગળભાઈ પટેલ દ્વારા ગેરરીતિ તથા તેમની બેદરકારી સામે આવતા સત્તાવાર ઉમેદવાર વોર્ડ નંબર-2 ના રાજારામભાઈને એક મતથી ચૂંટાયેલા એનાઉન્સ કરી વિજય જાહેર કરેલ ત્યારબાદ ત્રીજા દિવસે પરિણામમાં રાજકીય દબાણથી ફેરફાર કરી સામેના ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કરવાના ગેરરીતિનો સંદેશો મળતાં ગ્રામજનો દ્વારા તથા કપરાડા કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક, પૂર્વ તાલુકા પંચાયત સભ્યશ્રી હરિભાઈ,ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી, સુલિયા ગામના માજી સરપંચશ્રી સુભાષભાઈ, ગામનાં માજી સરપંચશ્રી પુંડલિકભાઈ,તથા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. કાઉન્ટીંગ ચૂંટણી અધિકારીશ્રી મંગળભાઈ પટેલને ગેરરીતિ કામે તાત્કાલિક સસ્પેન્ડ કરવા તથા ન્યાય ન મળે તો દિન પાંચમાં ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવાની ફરજ પડશે. જરૂર જણાશે તો કોર્ટમાં પીટીશન દાખલ કરવાની ફરજ પડશે.

