નર્મદા: લાંચ પેટે લાખો-કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી હોય એવી ખબરો તો તમે ખુબ વાચી,સાંભળી અને જોઈ હશે આ આજે એક એવી લાંચ લાંચરૂસ્વતના કિસ્સાની વાત કરવી છે જેને સંભાળીને આપણને કદાચ એમ થાય કે લાંચ લેનારે લાંચ લઈને લાંચ શબ્દને પણ શરમમાં મુક્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ એજન્સીના કૉમ્પ્યૂટર ઑપરેટર પ્રવીણ તલારે બીપીએલનો દાખલો કઢાવી આપવા માટે અરજદાર પાસેથી 10 રૂપિયાની લાંચ માગી અને જાગૃત નાગરિક એવા અરજદારે આ અંગે નર્મદા એસીબીને ફરિયાદ કરી ત્યાર બાદ આ કર્મચારી લાંચ લેતા પકડી લીધાનો કિસ્સો સામે આવ્યો છે.
તાલુકા પંચાયત કચેરીમાં બીપીએલ કાર્ડ ધરાવતા વ્યક્તિઓને બીપીએલ દાખલો વિનામૂલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવા બદલ રૂ.10 થી રૂ.100 સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે જો તપાસ કરવામાં આવે તો આવા કિસ્સાઓ કદાચ બીજા જીલ્લામાંના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મળશે એ વાત નક્કી છે.