ચીખલી: કોરોના કપરા કાળમાં આજે જ્યારે અમુક કિસ્સાઓમાં લોકો લોહીના અછત અનુભવી રહ્યા છે ત્યારે આજરોજ ચીખલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનકુવા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સોનવણે સાહેબ, જિલ્લા પંચાયતના આરોગ્ય અધ્યક્ષ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી અરવિંદભાઇ હળપતિ, ચીખલી તાલુકા પંચાયત સભ્ય શ્રી સ્નેહલભાઇ નાયક તથા ગામના આગેવાનો તેમજ PHC રાનકુવા ના ડૉક્ટર ભાવિનીબેન પટેલ, રાનવેરીકલ્લા, સાદકપોર, ફડવેલ, વેલણપુર, માંડવખડક ના મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા ૩૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જુઓ આ વિડીઓમાં..

આ રક્તદાન શિબિરમાં ટૂંકા સમયગાળા દરમિયાન કરેલ કેમ્પમાં ૩૫ જેટલા જાગૃત વ્યક્તિઓએ સ્વૈચ્છિક બ્લડ ડૉનેટ કર્યું હતું. સોનવણે સાહેબ દ્વારા રક્તદાનનું મહત્વ માહિતી આપી જન જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.