વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ચરવી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન લોકનેતા અને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પર જે જીવલેણ  હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને ‘હું પણ અનંત પટેલને સહકાર આપીશ‘ અંતર્ગત હજારો સંખ્યામાં માનવ મહેરામણ ભેગા થઇ વાંસદાના તાલુકા કચેરીમાં આવેદનપત્ર અપાશે.

ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકામાં યોજાયેલી ગ્રામપંચાયતની ચુંટણી દરમિયાન વાંસદા ચીખલીના ધારા સભ્ય અનંત ભાઈ પાટેલ ચરવી ગામમાં પ્રચાર-પ્રચાર અર્થે ગયા હતા ત્યારે કાર્યક્રમ પછી અન્ય ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર અ સામાજિકતત્વો દ્વારા હુમલો એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન અને ધમકી આપવામાં આવી હતી પણ સમયસર અનંત પટેલના સમર્થકો આવી જતાં આ હુમલાખોરો ભાગી ગયા હતા આ વિરુદ્ધ અનંત પટેલ દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા છતાં આજદિન સુધી આ હુમલાખોરો પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને તેમની ધરપકડ પણ કરી શકી નથી આ પોલીસના નિંદનીય કાર્ય વિરુદ્ધ આજે હજારોની સંખ્યામાં જનમેદની ભેગી થઇ વાંસદા તાલુકા પંચાયત કચેરીમાં આજે આવેદનપત્ર આપવામાં આવશે.

આ પ્રસંગે લોકલાડીલા ધારાસભ્યને ન્યાય અપાવવા માટે એકઠી થનાર હજારોની ભીડ કોઈ અજુગતી દિશામાં ન ફંટાઈ જાય એની ભીતિ સામાજિક આવેવાનો સેવી રહ્યા છે જો ન્યાયની અપેક્ષાએ ભેગી થયેલી ભીડને ન્યાય ન મળે તો શું થશે એ તો આવનારો સમય જ નક્કી કરશે.