કપરાડા: હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન કપરાડા તાલુકાના માલુંગી, ધોધડકુવા ગ્રામપંચાયતના સરપંચશ્રીના ઉમેદવારોને ચુંટણી પરિણામમાં અન્યાય થયાને લઈને તેઓ દ્વારા ચુંટણી અધિકારી મામલતદારને રજૂઆત કરી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના માલુંગી, ધોધડકુવા-2021 સરપંચની ચુંટણી કામે બેલેટ પેપર, સમય મર્યાદા તથા ચુંટણી અધિકારીઓની બેદરકારીથી સરપંચશ્રીના ઉમેદવારને ન્યાય ન મળતા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી વસંતભાઈ બી.પટેલને રજુઆત સાથે માલુંગીના કાશીનાથભાઈ ચૌધરી, ધોધડકુવા સરપંચશ્રી ઉમેદવાર અરૂણાબેન પટેલ દ્વારા લેખિત ચુંટણી અધિકારી મામલતદારશ્રીને રજૂઆત કરતાં ચુંટણી પરિણામ કામે તાત્કાલિક ધોરણે ચુંટણી અધિકારી કલેકટરશ્રી કે કોર્ટમાં પડકારવા તથા જરૂર લાગે તો એક દિવસનો પ્રતિક ઉપવાસ કે બંન્ને ગામના લોકો દ્વારા જન આંદોલનની કરવાની ચીમકી આપી છે.
ગ્રામ પંચાયતની ચુંટણીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના ઘણાં ગામડાઓના સરપંચના ઉમેદવારોએ ચુંટણીના પરિણામમાં પોતાની સાથે અન્યાય થયાની વાતો કરી છે ત્યારે કપરાડાના આ માલુંગી, ધોધડકુવા ગામના સરપંચ ઉમેદવારો કોર્ટમાં લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા.

