ગણદેવી: હાલમાં જ્યારે ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂકયા છે ત્યારે અનેક હારેલા ઉમેદવારો ને પરિણામથી અસંતોષ જોવા મળ્યો હતો કેટલાકે સેન્ટર પર જ ચૂંટણી અધિકારીને રીચેકીંગ કરવા અપીલ કરી હતી તો કેટલાકે નિરાશા સાથે પરિણામને સ્વીકાર્યું હતું ત્યારે જિલ્લાના ગણદેવી તાલુકા પાસે આવેલા ખાપરવાડા ગામમાં હારેલા ઉમેદવાર મંજુલાબેન આહીરે પોતાના ચુંટણીમાં સાથે અન્યાય થયેલો જણાવી નવસારી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામમાં હારેલા ઉમેદવાર મંજુલાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મતગણતરીમાં બેદરકારી કરવામાં આવી છે જીતેલા ઉમેદવાર વસંત ચૌધરીની ખૂબ જ ઉતાવળમાં ગણતરી કરાવવી હતી જેને લઇને તેમને મળેલા મતો યોગ્ય રીતે ગણાયા ન હતા. પ્રથમ વખત કાઉન્ટિંગમાં મંજુલાબેન વિજય થયા હતા ત્યારે સામેના પક્ષ વાળાએ અધિકારી પાસેથી રીકાઉન્ટિંગની માંગ કરી હતી જેમાં વસંત ચૌધરીને 8 મતથી વિજેતા જાહેર કર્યા હતા ત્યારે ફરી વાર મંજુલાબેન પક્ષના ટેકેદારોએ રિકાઉન્ટીગની માંગ કરતા અધિકારીએ સ્ટાફ હાજર નથી તેવું કહી હાથ ઉપર કરતા મજુલાબેનની જીત એકાએક હારમાં ફેરવાતા સામેના પક્ષના ઉમેદવારને વિજેતા જાહેર કરતાં આ સમગ્ર મતગણતરીમાં ગોટાળો થયો હોવાની શકાને લઇને આ સમગ્ર મામલે કલેક્ટરને ચૂંટણી રદ કરવાની રાવ આવી છે

ઉમેદવાર મંજુલાબેન આહીરેના પતિ મિતેશ આહીરનું શું કહેવું છે જુઓ વિડીયોમાં..