વાંસદા: આમ તો વાંસદા તાલુકાના અન્ય ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામપંચાયતની ચુંટણીઓ સંપન્ન થઇ પરંતુ વાંસદાના ગોધાબારી ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં પાણીની ટાંકીના નિશાન પર સિક્કો મારેલું બેલેટ પેપર ગામના વોટ્સએપ ગ્રુપમાં શેર ગોબાચારી કર્યાની ઘટના સામે આવી છે
લોશાહીના પર્વને કલંકિત કરતી આ પ્રકારની ઘટના વિષે Decision News સાથે વાતચીત કરતાં ગામના ઉમેદવાર જયંતીભાઈ અને એક ગ્રામવાસીનું શું કહેવું છે જુઓ આ વિડીઓમાં…
બેલેટ પેપર નંબર 00051ના ધારક વ્યક્તિ દ્વારા કરાયેલા આ પ્રકારના નિંદનીય કાર્ય પર જયંતીભાઈના જણાવ્યા અનુસાર ઝોનલ ઓફીસસર દ્વારા પણ કોઈપણ પ્રકારના પગલાં ન લેવા એ ખરેખર વિચારવા જેવી બાબત છે શું આ પ્રકારની કામગીરીને ઝોનલ ઓફિસર પ્રોત્સાહન આપી રહ્યા હતા શું આ પ્રકારે મતદાન કરાવવું એમના માટે યોગ્ય હતું ખરેખર ગુનો કરનારા કરતાં તો આ પ્રકારના ગુનાને કરવા દેવાવાળા વધારે ગુનેગાર છે ગ્રામજનોનું કહેવું છે કે આ મામલામાં યોગ્ય તપાસ n થાય ત્યાં સુધી ગામની ચુંટણીની પરિણામ સ્થગિત કરવામાં આવે જો આ પ્રકારે n થાય તો ગામમાં શાંતિ ડોહળાઈ તેની જિમ્મેદારી સ્થાનિક તંત્રની રહશે અને આ બાબતે આજે જયંતીભાઈ અને તેમના સાથી મિત્રો પોલીસને અરજી પણ કરી રહ્યા છે.

