ગુજરાત: ફરી એક વખત ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાયાના સમાચાર આવી રહ્યા છે  એવું જાણવા મળ્યું છે કે કચ્છના જખૌ ખાતેથી અંદાજે 400 કરોડ રૂપિયાની કિંમતના 77 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની ફિશિંગ બોટ પકડાઈ છે. સાથે જ અલ હુસૈનીના નામની પાકિસ્તાની ફિશિંગ બોટ સાથે 6 શખ્સોને પણ પકડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગુજરાતમાં ઘણી વખત આવો ડ્રગ્સનો મસમોટો જથ્થો પકડાયા છે જેમાં વલસાડ જિલ્લાના વાપી GIDC પોલીસ મથકના PSI ડામોર અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ ઉપરાંત બોપલ હાઇપ્રોફાઇલ ડ્રગ્ઝ મામલે ગ્રામ્ય એસોજી પોલીસે કરેલી કડક કાર્યવાહીમાં મુખ્ય આરોપી વંદિત પટેલે પાસે 186 જેટલા પાર્સલો કસ્ટમ ડિપાર્ટમેન્ટ જપ્ત કર્યાનું પણ ક્યાં અજાણ છે.

હદ તો ત્યાં થાય છે કે આટ આટલી આપણી દરિયાઈ સિક્યોરીટીઝ હોવા છતાં આ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ આપણી ગુજરાતની ધરતી પણ આવી કઈ રીતે જાય છે એ ચિંતા ઉપજાવનારો સવાલ છે ? જોઈએ હવે આ મામલે ગુજરાતની ભુપેન્દ્ર સરકાર શું નિર્ણય લે છે.