ગુજરાત: ૩૨૨ બાળ સાહિત્યકાર મિત્રો વોટ્સ એપ અને ઇમેઇલ દ્વારા રચનાઓ પાઠવીને ભાગ લઈ રહ્યા છે શબ્દો ઉત્સવ સત્ર ૨ માં જેમાં મુંબઈ, નવસારી, બરોડા, અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતથી બાળ કવિઓ જોડાયા છે. જેમાં ગુજરાતી સાહિત્ય અકાદમી પરિપત્ર પાઠવી આશીર્વાદ પાઠવ્યા છે.

Decision newsને મળેલી માહિતી મુજબ શબ્દો ઉત્સવના સંચાલક પેનલમાં બીજલ બેન જગડ,મુંબઈ ઘાટકોપર જે હાલમાં ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ , દિપોઉત્સવ અંક ભક્ત કવિ દુલા ભાયા કાગ સમર્પિત કરવામાં આવ્યો હતો જેને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો હતો તેઓ જણાવે છે ગુજરાતી સાહિત્ય, ગુજરતી ભાષા અને ગુજરાતી માધ્યમ ને કેન્દ્રમાં રાખી, શબ્દોઉત્સવ યોજવામાં આવ્યો છે. મુખ્ય હેતુ બાળકોમાં રહેતા એક લેખકને ઉજાગર કરવાનો છે.

 

આ પ્લેટફોર્મ વડે બાળકો ને પ્રોત્સાહિત કરી એમના મુક્ત મને કાવ્ય, ગીત, લેખ, માઇક્રો ફિક્શન લખી વોટ્સ એપ અને ઇમેઇલ દ્વારા વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાવામાં આવ્યો છે. પ્રોત્સાહન રૂપે વિજેતાઓ ને મેડલ આપી બિરાદવામાં આવશે. તેઓ આગળ જણાવે છે કે આગામી સમયમાં રાષ્ટ્ર આંતરાષ્ટ્રીય સ્થરે ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખી આયોજન કરશે.

આ શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઝેવિર્સ સ્કૂલ આદિપુર- કચ્છ હાર્દીકાબેન ગઢવી, જયેશ્રીબેન દેસાઈ અને સોનલબેન હીરાચંદ ધૂળચંદ શાહ સાર્વજનિક કન્યા વિદ્યાલય અમલસાડ, ભારતી ત્રિવેદી દવે- શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય, વઢવાણ નયનસર- જે બી ખોત, હાઈસ્કુલ , જાફરાબાદ, રાજુલા, વિરાજબેન દેસાઈ- કે. કે. એમ. એસ ગર્લ્સ હાઈસ્કુલ -અંજાર, હર્સિદા રાવલ- સ્વાશાળા જોરાવર નગર, જિલ્લો સુરેન્દ્ર નગર, છાયાભગત – વનિતા વિશ્રામ સ્કુલ , નંદા ઠક્કર – શ્રી રત્નચંદ્રજી જૈન કન્યા શાળા, મુંબઈ, ચંદ્રિકા ચૌધરી – જોરાવરગઢ પ્રાથમિક શાળા, સુઈગામ બનાસકાંઠા, રીતબબેન પરમાર- શ્રી જોરાવરગઢ પ્રાથમિક શાળા બનાશકાંઠા સુઈગામ, પૂજા ઉપાધ્યાય , દીપ્તિ ઈનામદાર – સંત કબીર , સ્કુલ, બરોડા, ભગવાનજી પટેલ- ઝોરવારઘડ પ્રાથમિક શાળા સુઈગામ, બનાશકાંઠા, અનુરાધા રાઠોડ – ગુમણી પ્રાથમિક શાળા, લીમખેડા, જિલ્લો- દાહોદ હર્ષ જાદવ – પ્રાથમિક શાળા , ચીખલી , ભેસરોટ ,જિલ્લો- તાપી , તાલુકો – સોનગઢ, જગદીશ જેપુ – ધનાણા પ્રાથમિક શાળા, સુઈગામ ,બનાસકાંઠા, નવદીપ વ્યાસ / જેટલીભાઈ – સવાશાળા જોરાવર નગર, સુરેન્દ્રનગર, નિલમ પ્રજાપતિ, દેસાઈ વાડા શાળા, દાહોદ, રમીલા મકવાણા- શ્રી લડુલા પ્રાથમિક શાળા, ભાભર , બનાસકાંઠા, સ્ટેલા ખ્રિસ્તિયન સયાજીગંજ શાળા, નંબર -20, બરોડા, સંગીતા ચૌહાણ- K7 કીડ્સ ગુરુકુળ ,સુરત, વીરેન્દ્ર ધોડિયા- સર્વોદય ઉચ્ચતર માધ્યમિક શાળા, રાજકોટમાં આ કાર્યક્રમ યોજાયો હતો.