PM નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે કાશીમાં વિકાસના કાર્યોની સમીક્ષા કરી હતી. તેઓ રાત્રે કાશી વિશ્વનાથ મંદિર પરિસર ગયામાં ચાલી રહેલા વિકાસના કામોની સમીક્ષા કરી હતી. આ સમયે તેઓની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના રસ્તાઓ પર વિકાસના કાર્યોની જીણવટથી સમીક્ષા કરતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓએ સામાન્ય નાગરિકો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ટ્વિટ કરતા જણાવ્યુ હતુ કે, કાશીમાં પ્રમુખ વિકાસના કાર્યોનું નિરીક્ષણ, અમારો પ્રયાસ છે કે આ પવિત્ર શહેર માટે સર્વોત્તમ સંભવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે.

મોડી રાત્રે 1 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસ રેલ્વે સ્ટેશનની મુલાકાત કરી હતી. ટ્વીટર પર પ્રધાનમંત્રી મોદીએ શેર કરેલા એક ટ્વીટ સંદેશમાં તેમણે મુલાકાત દરમ્યાનના ફોટો સાથે લખ્યું હતું કે, ”હવે આગળનું સ્ટોપ બનારસ સ્ટેશન. અમે રેલ્વે કનેક્ટીવીટી સાથે સ્વચ્છ, મોડર્ન અને પેસેન્જરની અનુકૂળતાવાળું રેલ્વે સ્ટેશન બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.” પ્રધાનમંત્રીએ બનારસ રેલવે સ્ટેશન સહિતના વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હતા.