ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ અને સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે પડતી મુશ્કેલીઓ બાબતે આજે યુથ કોંગ્રેસનાં પ્રમુખ રાકેશભાઈ પવારે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા સદન આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આહવા સિવિલ હોસ્પિટલમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ બાબતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ આવેદન પત્રમાં ડાંગ જિલ્લાનાં આહવા સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ અને સગર્ભા માતાઓને સોનોગ્રાફી કરાવવામાં પડતી મુશકેલીનું તાત્કાલિક નિરાકારણ કરવાની માંગણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાની આહવા ખાતે આવેલ મુખ્ય સિવીલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને સગર્ભા માતાઓને સોનોગ્રાફી કરાવવામાં ઘણી અગવડતા અને મુશકેલીનો સામનો કરવો પડી રહેલ છે,જેના લીધે ડાંગ જિલ્લાના આદિવાસી અને ગરીબ, પછાત મહિલાઓને આરોગ્ય બાબતે ઘણી તકલીફો અનુભવી રહેલ છે.અત્રેનાં જિલ્લાની મુખ્ય સિવીલ હોસ્પિટલ આહવા ખાતે આવેલ સોનોગ્રાફી વિભાગમાં જે ડૉક્ટર બોલાવવામાં આવે છે.તે માત્ર અઠવાડિયામાં બે દિવસ માટે બોલાવવામાં આવે છે.અને અમુક અઠવાડિયામાં આવતા પણ નથી, જેના લીધે મહિલાઓ અને સગર્ભા માતાઓને હોસ્પિટલમાં સવારેથી ભૂખ્યા તરસ્યા આવીને બેસી રહેવુ પડે છે.અને છેવટે ઘણી ભીડ થવાના કારણે

અથવા સમય પૂરો થઈ જવાને કારણે સ્ટાફ ઘ્વારા હવે બીજા દિવસે આવજો એમ કહી મોકલી દેવામાં આવે છે.ત્યારે સ્થિતિ વિકટ બને છે.આ ઉપરાંત હોસ્પિટલમાં જયા જયા ટોયલેટ બાથરૂમ/વોશરૂમ આવેલ છે.તેમા બધામાંથી અમુક જ બાથરૂમ/વોશ રૂમ ખુલ્લા રાખવામાં આવે છે.અને તેમાં પણ લાઈટ નથી તેમજ પાણી પણ આવતુ નથી. અને સાફ-સફાઈ સારી રીતે રાખવામાં આવતી નથી.જેના લીધે બીમારી ફેલાવાની પૂરી શકયતા રહેલી છે.અને બાકીના બાથરૂમ/વોશરૂમમાં તાળું મારેલુ રાખવામાં આવે છે.જિલ્લામાં સોનોગ્રાફીની સુવિધા હોવા છતાંય ડોક્ટરો ના આવવાનાં કારણે મહિલાઓને અન્ય જિલ્લામાં સોનોગ્રાફી માટે જવુ પડે છે.જે નિંદનીય બાબત છે.ડાંગ જિલ્લામાં આરોગ્યતંત્ર અને જિલ્લા વહીવટતંત્રની બેદરકારીનાં પગલે મહિલાઓ અને સગર્ભા માતાઓનાં જીવ સાથે ખિલવાડ થઈ રહેલ છે.જેથી જિલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ રાકેશભાઈ પવારે વધુમાં જણાવ્યું હતુ કે તેઓની રજૂઆતને ધ્યાને રાખી સત્વરે  સમસ્યાના નિવારણ માટે પગલા નહિ લેવામાં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ઉપર ઉતરી જશે..