ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને ગામડાઓનું રાજકારણ ગરમાયું છે. સરપંચ પદ મેળવવા માટે ગામડાઓમાં રસાકસી જામી છે. ત્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું બહુ ચર્ચિત વાગડિયા ગામ જે ગામના લોકોની એકતા આજે જોવા મળી છે અને તેઓ ગામમાં સમરસ ગ્રામપંચાય લાવ્યા છે. વાગડિયા ગામ પહેલા પણ બે વાર સમરસ બન્યું હતું. અને આ વર્ષે પણ સમરસ બન્યું છે, ગામમાં આવ વર્ષે મહિલા સીટ હોવાથી સરપંચ તરીકે સજ્જનતા બેન તડવીને ગામનું પ્રતિનિધિત્વ સોપ્યું છે.

ગામના આગેવાન શૈલેશ ભાઈ તડવી જણાવે છે કે ગામમાં કોઈ ચૂંટણીનો માહોલ જોવા નહોતો મળ્યો, સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યાર પછી ગામના લોકો અને આગેવાનો સાથે મળીને મિટિંગનું આયોજન કર્યું અને નિર્ણય કર્યો કે આપણે ગામ લોકો નક્કી કરી સમરસ ગ્રામપંચાયત બનાવીએ અને મહિલા સીટ હોવાથી સજ્જનતા બેન તડવીને ગામના સરપંચ બનાવવાનું નક્કી કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૯૯૫ થી ૨૦૦૬ સુધી ગામ સમરસ બનતું ત્યાર બાદ ચૂંટણી થઈ અને હવે ફરી સમરસ ગ્રામપંચાયત લાવ્યા છે. આ ગામના લોકોની એકતા છે, અને છેલ્લા ઘણા વર્ષોથી ગામના લોકો ભેગા મળીને નિર્ણય લઇએ છીએ અને જળ જંગલ જમીન બંચાવવા માટે અનેક લડાઈઓ પણ લડીએ છીએ.

સમરસ ગ્રામપંચાયત વિશે ડૉ. પ્રફુલ વસાવા સોશિયલ મીડિયાના માધ્યમથી વાગડીયા ગામના લોકોને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, કેવડિયા બચાવો આંદોલનનું અડગ ગામ એટલે વાગડીયા‌ ગામ, આંદોલન અને લડત લડવા માટે એકતા જરૂરી હોય વાગડીયા પંચાયતમાં આખું ગામ ભેગું મળી ગામ પંચાયત સમરસ કરી છે, સરપંચ તેમજ તમામ સભ્યોને બિનહરીફ વિજેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.