દિવ્યભાસ્કર ફોટોગ્રાફ

વલસાડ: હાલમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વાપી તાલુકાની 23 પંચાયતો પૈકી એક કરાયા પંચાયત તથા પારડીની 46 પંચાયતો પૈકી ચાર પંચાયતો બગવાડા, સરોધી, ઉદવાડા ગામ, ધગડમાળ સમરસ બન્યાનું જાણવા મળે છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાપી તાલુકામાં 22 પંચાયતોની ચૂંટણી માટે સભ્યપદ માટે 687 તથા સરપંચ માટે 97 ફોર્મ ભરાયા હતા. ત્યારે પારડી તાલુકામાં ફક્ત 46 જેટલા સરપંચોની સીટ માટે 183 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે. જ્યારે 412 જેટલા સભ્યો માટે 963 સભ્યોએ ઉમેદવારી નોંધાવાઈ છે.

સ્થાનિક સુત્રોના કહેવા અનુસાર મોટા વાઘછીપા, કોટલાવ તથા ઉમરસાડી દેસાઈ વાડની પેટા ચૂંટણી માટે 7 જેટલા સભ્યોએ ઉમેદવારી નોંધાવાઈ છે. ધગળમાળમાં અંકિતાબેન જીજ્ઞેશભાઈ પટેલ, બગવાડા જાગૃતિબેન નાયક, સરોધીમાં નીતાબેન હળપતિ ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ પદે ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઇ પટેલએ એક માત્ર ફોર્મ ભરતા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.