ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ આજે BWF વર્લ્ડ ટુર્નામેન્ટ ફાઇનલ્સની ટાઇટલ મેચ રમવા માટે કોટમાં ઉતરશે. સિંધુએ શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં જાપાનની અતાની નામા ગુચીને જોરદાર ટક્કર આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં સિંધુનો સામનો દક્ષિણ કોરિયાની An Se Young સામે થશે.
કોરિયાઇ ખેલાડી સામે સિંધુનો રેકોર્ડ સારો નથી આ બન્ને વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઇ છે. An Se Youngએ બન્ને મેચમાં જીત મેળવી હતી. તેવામાં સિંધુનો પ્રયત્ન આ મેચ જીતીને કોરિયાઇ ખેલાડી સામે પ્રથમ જીત હાંસલ કરવા સાથે આ વર્ષનું પ્રથમ ટાઇટલ જીતવાનો રહેશે.