વાંસદા: હાલમાં નવસારી જિલ્લામાં ચૂંટણીનો માહોલ છેલ્લા 5 દિવસથી જોવા મળી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકા પંચાયતમાંથી મળેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ સરપંચ પદ માટે 240 અને વોર્ડ સભ્ય માટે 1159 ફોર્મ  ભરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાંસદા તાલુકામાં ગ્રામપંચાયત ચૂંટણી જાહેર થતા 64 ગામોમાં ઉમેદવારો સહિત સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાંસદા તાલુકા પંચાયત કચેરીમાં છેલ્લા પાંચ દિવસથી લોકોની ભીડ જમા થતી હતી. હાલમાં સરપંચ પદ માટે 240 અને વોર્ડના સભ્ય પદ માટે 1159 ઉમેદવારો ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. હવે આવતીકાલે ફોર્મ ચકાસણી અને 07/12/2021 ફોર્મ ખેંચાયા પછી જ સાચું પરિણામ બહાર આવશે.

અત્યારે વાંસદામાં 86 ગ્રામ પંચાયત માંથી 64 ગ્રામ પંચાયત અને 4 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી થવાની છે. કુલ 68 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે અને 22 ગ્રામ પંચાયતની ચુંટણી આવનારા વર્ષે યોજાશે અત્યારે વાંસદા પંથકમાં ચુંટણીનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે.