કપરાડા: હાલમાં કપરાડા તાલુકામાં 85 ગામોમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયત દરમિયાન તાલુકા મામલતદાર કચેરીના જણાવ્યા મુજબ ફોર્મ ભરવાના અંતિમ દિન 4 ડિસેમ્બર સુધીમાં સરપંચ પદ માટે 342 અને સભ્યો માટેના 1335 ફોર્મ ભરાયા છે.

Decision Newsએ મેળવેલી જાણકારી પ્રમાણે કપરાડા તાલુકામાં આ વખતે 85 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેમાં સૂત્રોએ જણાવ્યું કે 5 ગ્રામ પંચાયતો અત્યાર સુધી સમરસ થઈ ચૂકી છે. જોકે હજુ પણ કેટલીક પંચાયતો સમરસ કરાવવા આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હાલમાં કપરાડામાં સમરસ થયેલા ગામ અને સરપંચની વાત કરવામાં આવે તો દિક્ષલ ફળીમાં સંગીતાબેન મોહનભાઇ ધારવ, પીપલસેતમાં જયાબેન હરિભાઈ ચૌધરી  દાબખલમાં રતનભાઈ રામુભાઈ ગાગોડા અને અન્ય બે ગામો એમ કુલ પાંચ ગામો સમરસ થયા છે. જોકે ફોર્મ ખેંચવાના 7 ડિસેમ્બરના રોજ સાચું ચિત્ર સ્પષ્ટ થશે એ નક્કી છે.