વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના વાંગણ ગામમાં ગ્રામિણ હાટ બજાર દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા ગામના દુકાનદરો, ગ્રાહકો અને ગ્રામજનોને આ કોરોના મહામારીના સમયમાં આરોગ્યલક્ષી સમજ વિકસાવી સાવચેતીના પગલાં લેવાની શીખ આપવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી મુજબ કોવિડ-19ના મામલામાં વાંસદા તાલુકાના વાંગણ ગામમાં ગ્રામિણ હાટ બજાર દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા ગામના દુકાનદરો, ગ્રાહકો અને ગ્રામજનોને આ કોરોના મહામારીના સમયમાં સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર, હાથ ધોવા, વગેરે બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું ઉપરાંત પ્રા.આ.કેન્દ્ર માનકુનિયાના ભાવિનભાઈ, આશિષભાઇ અને RBSK ટીમના ર્ડો. મેહુલભાઈ, અંજુબેન દ્વારા RTPCT ટેસ્ટ પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં નવા વાયરસ ઓમીક્રોન સંક્રમણ ફેલાવાને અટકાવવા માટે વાંસદાના પ્રા.આ.કેન્દ્રની આરોગ્ય ટીમ એક્ટીવ બની છે. કોરોના સમયે થયેલી ભૂલ આ વખતે ન બને અને ઓમીક્રોનને શરૂવાતથી નાથવા માટે પગલાં ભરવામાં આવી રહ્યાના દ્રશ્યો આજે જોવા મળ્યા હતા.