ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પદ્મા મગફળી 41 (JPS 65) નામની નવી જાત શોધવામાં આવી છે જે વરસાદ આધારિત પરિસ્થિતિઓ અનુકુળ બની 120 દિવસમાં તૈયાર થનારી મગફળી છે.
ઉચ્ચ તૈલી અને મધ્યમ બોલ્ડ કર્નલ, તેલ ઉદ્યોગ અને ખાવાના હેતુ માટે ઉપયોગી આ મગફળી રોગો માટે પ્રતિકારક છે. તે 636 કિલો વધારે ઉત્પાદન આપતી જાત છે. તેથી 10 લાખ મગફળી પકવતાં ખેડૂતો તો આ નવા બિયારણનું વાવેતર કરે તો વર્ષે 6 હજાર કરોડનું વધારાનું ઉત્પાદન મેળવી આપવાની ક્ષમતા આ પદ્મા નામની નવી જાતમાં છે.
મગફળીમાં ફૂગ જન્ય રોગ – કોલર રૉટ સામે પ્રતિકાર કરે છે. ફૂગને આવતી અટકાવે છે. થ્રીપ્સ અને પાનના ફુદ્દાઓ સામે લડી શકે એવી જાત છે. 2021-22ના ચોમાસામાં 19.14 લાખ હેક્ટરમાં 40 લાખ ટન મગફળી પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે. આમ ગુજરાતમાં 20 લાખ હેક્ટરમાં મગફળી ઉગાડવામાં આવે છે. નવી જાત તમામ ખેડૂતો ઉગાડે તો એક જ વર્ષમાં 2722 કિલોનું ઉત્પાદન હેક્ટરે મેળવી શકે. તેનો મતલબ કે હેક્ટરે 636 કિલોનો સીધો વધારો મેળવી સારી કમાણી કરી શકે છે.

