પારડી: વલસાડના પારડી તાલુકામાં રહેતી નિરાલી નામની 19 વર્ષીય યુવતી પારડીમાં આવેલ જે.પી.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભણતી હતી ત્યાંથી અચાનક ગતરોજ ગુમ થયાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વંટોળ ઉભો થયો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી તાલુકામાં ઉમરસાડી માછીવાડ મંદિર સ્ટ્રીટ ખાતે રહેતી 19 વર્ષીય નિરાલીબેન પારડીમાં આવેલ જે.પી.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ માટે ગઈ હતી ત્યાર બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેની માતા પ્રજ્ઞાબેનએ નિરાલી પિતાને તપાસ કરવા મોકલ્યા હતા ત્યારે તપાસ દરમ્યાન નિરાલી કોલેજ તથા કોમ્પ્યુટર કલાસ બન્ને જગ્યાએ ગઈ ન હોવાનું માલુમ પડયું હતું અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતાં, પિતાએ તેના મિત્રો, તેમજ સંબંધીઓ, સગાઓ તપાસ કરી હોવા છતાં તેની ભાળ મળતાં આ મામલો પારડી પોલીસ સ્ટેશને પોહ્ચ્ચો હતો.

આ સમગ્ર ઘટનાની છણાવટ કરી નિરાલીના પિતાએ દીકરી ગૂમ થઈ હોવાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. હાલમાં પારડી પોલીસ સ્ટેશનના જમાદાર રાધેભાઈએ યુવતીની શોધખોળ આદરી દીધી છે.

Bookmark Now (0)