ગુજરાત: ગતરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા અને જનસુખાકારીના કામોનું સત્વરે આયોજન કરવા માટે મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી તેમણે કહ્યું કે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોના શિક્ષણ કાર્યને કોઈ અસર ન પહોંચે તે માટે આગામી સમયમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવશે.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ મંત્રી વાઘાણી જણાવ્યું છે કે શિક્ષણ કાર્યને વેગવાન બનાવવા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે જે હેઠળ મહત્તમ રૂપિયા 27,000/-ની મર્યાદામાં આ શિક્ષકોને વેતન અપાશે અને આ શિક્ષકો દરરોજ 7 તાસ લેશે. તેમને વધુમાં કહ્યું કે રાજ્ય સરકારે સર્વસ્પર્શી – સર્વસમાવેશક બજેટ તૈયાર થાય તેવું નક્કર આયોજન કર્યું છે. તા. 9મી ડિસેમ્બર બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ સંદર્ભે ચર્ચા-વિચારણા કરી બેઠક યોજશે.
એવું પણ જાણવા મળ્યું છે કે હાલમાં ગુજરાત સરકાર ઓમિક્રોન વાયરસ અંગે પણ રાજ્યના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી પ્રારંભ કરી દીધો છે. એરપોર્ટ પર બહારથી આવનારા દરેક નાગરિકોના સ્ક્રિનિંગ સહિત ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

