રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણની ગંભીર સમસ્યા પર સુપ્રિમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરાશે. આ અગાઉ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને ગઇકાલે 24 કલાકમાં પ્રદુષણ સામે મજબુત કાર્ય યોજના રજુ કરવાની ચેતવણી આપી છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જો પ્રદુષણ ઘટાડવા માટે 24 કલાકમાં કડક પગલાઓ ભરવામાં ન આવ્યાં તો સુપ્રિમ કોર્ટ ટાસ્કફોર્સની રચના કરશે.

દિલ્હીમાં સતત બગડી રહેલી હવાની ગુણવત્તા પર સુપ્રિમ કોર્ટે દિલ્હી સરકારને વિવિધ મુદે ફટકાર લગાવી હતી. ત્યાર બાદ દિલ્હી સરકારે પ્રદુષણની બગડતી સ્થિતિ ને ધ્યાને લઇને આજથી તમામ સ્કુલો આગામી આદેશ ન મળે ત્યાં સુધી બંધ કરી છે. જોકે બોર્ડ સબંધીત પરીક્ષાઓ નિર્ધારીત કાર્યક્રમો અનુસાર ચાલશે.તેમજ ઓનલાઇન ક્લાસ ચાલુ રહેશે.

વધુ એક મુદે દિલ્હી સરકારને ઘેરતા કોર્ટે દિલ્હી સરકારને પુછ્યું કે યુવાનો પ્રદુષણ પર જાગૃતતાનુ બેનર લઇને સડક પર ઉભા છે. શું આ પ્રચાર માટે કરવામાં આવે છે. તેમના સ્વાસ્થ્યની કોઇને ચિંતા છે કે નહી.