દક્ષિણ ગુજરાત: નવસારી વલસાડ અને ડાંગ જેવા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના પગલે રોકડિયા પાકો જુવાર, શાકભાજી, શેરડી સહિતના વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાની લોક વાતો વહેતી થઇ છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક સર્વે શરૂ કરી દેવાની માગ ખેડૂત સમાજ તરફથી કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના રોકડિયા, શાકભાજી, શે૨ડી, જુવાર અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

ખેડૂતોના અનુમાન મુજબ જોઈએ તો રોજના હજારો ટન શેરડીની કાપણી અટકી ગઈ છે જેના કારણોસર મોટું નુકશાન ખેડૂતોનું થશે. હવે એ જોવું રસપ્રદ બનશે કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર કેવા પગલાં ભરશે અને કેવો નિર્ણયો લેશે