કપરાડા: આગામી 19 ડિસેમ્બરના રોજ આવી રહેલી ગ્રામ સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ભીડ જામી છે જોકે હજુ સુધી ઉમેદવારી ફોર્મ જ ભર્યા છે ત્યાં નાનાપોઢાથી ઉમેદવારી ફોર્મ ભરવા આવેલ એક ઉમેદવારના સમર્થનમાં આવેલ કેટલીક ગાડીઓ ઉપર પક્ષના ઝંડા લગાવીને જાહેરમાં મામલતદાર કચેરી સુધી લાવવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સરપંચની ચૂંટણીમાં જ્યાં સુધી કોઈ ચિન્હ ન મળે ત્યાં સુધી કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પક્ષ કે કોઈ પણ ચિન્હ લઈ જાહેરમાં ફરી શકે એમ નથી કારણ કે આચાર સંહિતા અમલમાં છે એટલું જ નહિ ચૂંટણી જાહેર થયા બાદ તુરંત આચારસંહિતા લાગી જતા સમગ્ર જિલ્લામાંથી ભાજપના લાગેલા સિમ્બોલ વાળા બેનરો હટાવવામાં આવ્યા હતા ત્યારે ઉમેદવારી કરવા આવેલા સમર્થકો જાહેરમાં વિવિધ કાર ઉપર પક્ષના સિમ્બોલ વાળા ફ્લેગ લગાવી મામલતદાર કચેરી સુધી કમ્પાઉન્ડમાં આવી જતા હોય તો શું તેઓને આચાર સંહિતા નહિ લાગતી હોય ?
આમ છડે ચોક આચાર સંહિતા નો ભંગ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ચૂંટણી બિન રાજકીય કેવી રીતે પૂર્ણ થશે એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે જ્યારે બીજી તરફ કપરાડાના ઇન્ચાર્જ રિટનર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલ અધિકારીએ આજ દિનસુધી કપરાડા કચેરીની મુલાકાત સુધ્ધાં લીધી નથી.

