ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામનું ગ્રામજનોએ ગ્રામપંચાયતની સરપંચશ્રીનું (સમરસ ગ્રામપંચાયત) બિનહરીફ ફોર્મ આપણા પારંપરિક વાજિંત્રો તુર અને થાળી વગાડી ભરવાંમાં આવ્યું અને 8 વોર્ડ ના 8 સભ્યોનું પણ બિનહરીફ ફોર્મ ભરવામાં આવ્યુ.

Decision Newsને મળેલી માહિતી મુજબ મોટીઢોલ ડુંગરી બિરસામુંડા સર્કલએ હાર દોરા કરી વાવ બિરસામુંડા સર્કલ પાસે ડો નિરવભાઈ અને ડૉ.દિવ્યાંગી બેન ચીંતુબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ, ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પેટલ, ઉત્તમભાઈ ગરાસિયા, તુષારભાઈ, અને સમાજના આગેવાનો સાથે હાર દોરા કરી સમરસ ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને સરપંચશ્રીને ફૂલોનો હાર પહેરાવી ફૂલ આપી આગેવાનો દ્વારા બહુમાન કરવામાં આવ્યું.

જુઓ આ વિડીયોમાં..

કલ્પેશ પટેલનું કેહવું છે કે જો દરેક ગ્રામ પંચાયતના ગ્રામજનો આ રીતે પોતાના ગામના સરપંચને સહકાર, સમજદારી અને સમરસતાથી ચુંટી લાવે તો ગાંધીના ગ્રામ વિકાસની ભાવના ઝડપથી સાર્થક થાય એવું કહી શકાય. તેમણે વધુમાં જણાવ્યું કે અમારા ગ્રામજનોએ ગામને સમરસ સરપંચને જે ભેટ આપી છે તે બદલ હું તેમનો આભાર માનું છું.