ચીખલી: ચીખલી તાલુકામાં ચોરીના અવાર-નવાર અનેક કિસ્સાઓ બનતા આવ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો ચીખલીના ટાંકલ ગામે તારીખ 19 નવેમ્બરના દેવ દિવાળીના દિને ભરાયેલો મેળામાંથી બાઈક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.
Decision Newsને પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દેવ દિવાળીના મેળામાંથી બપોરના ૨ થી ૨:૩૦ વાગ્યા દરમિયાન મોટર સાયકલ સ્પ્લેન્ડર જી.જે.૨૧.બી.એફ.૫૦૨૯ નંબરની ચોરાય ગઈ હતી. અને મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ મોટર સાયકલ માલિક રહેવાસી દેગામ સ્નેહલ ભાઈ જેમને રાનકુવા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. રાનકુવા પોલીસ ચોકીમાં આ પ્રમાણે ચોરીના અનેક કિસ્સાઓ નોંધાયા હતા. એને ધ્યાનમાં લઈ રાનકુવા ઘેરિયા સર્કલ પર ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન ચોરીની વગર નંબર પ્લેટની મોટરસાયકલ લઈને ફરતો તસ્કર રેહવાસી નોગામાં નાયકીવાડ રમેશ ઉર્ફે ભીખુ મગનભાઈ નાયકાને રાનકુવા પોલીસ કર્મીના પંઝામાં ઝડપાય ગયો.
આરોપીને મોટરસાયકલની પૂછતાછ કરતા સંતોષ કારક જવાબ નહી મળતા મોટરસાયકલ કબ્જે કરી ફરિયાદી સ્નેહલભાઈ દેગામ ધોડિયાવાડ રહેવાસીને બોલાવી ગાડીની ચેસિશ નંબરની ખરાય કરતા એમની પોતાની મોટરસાયકલ સ્પષ્ટતા થતાં વાહન ચોર તસ્કર રેહવાસી નોગામાં નાયકીવાડ રમેશ ઉર્ફે ભીખુ મગનભાઈ નાયકાને પકડી ચીખલી પોલીસ સ્ટેશનના જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. જેની વધુ તપાસ રાનકુવા પોલીસ કર્મી મેહુલભાઈ એ હાથ ધરી છે.

