ગુજરાત: આજે ગુજરાતમાં 2021માં યોજાનારી 10,879 ગ્રામપંચાયતની ચૂંટણીની આજે રાજ્યના ચૂંટણીપંચે તારીખ જાહે કરતાં જણાવ્યું કે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે અને 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ 29 નવેમ્બરે જાહેરનામું જાહેર થશે ત્યાર બાદ 4 ડિસેમ્બર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો હોવાનું જાણવા મળ્યું છે કુલ 18000 ગામડાંમાંથી 10,879 ગામમાં, એટલે કે 60 ટકા જેટલાં ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી અંદાજિત

આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, BTP અને BSP વચ્ચે ગુજરાતમાં 10,879 ગ્રામપંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. છે.