કુકરમુંડા: તાપીના આદિવાસી વસ્તી ધરાવતા તાલુકામાં ટ્રાયબલ સબ પ્લાન (TSP) માંથી 61 જેટલાં ગરીબ કુટુંબ પરિવારોઓને આવાસની મંજૂરી મળેલ છે, જે આવાસોનું બાંધકામ કરવા અંગેની કામગીરી ટ્રાયબલ સબ શાખા દ્વારા એજન્સીને સોંપવામાં કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ એજન્સીઓ દ્વારા અમુક લાભર્થીઓના આવાસો અધૂરા અને બનાવેલ મકાનોમાં હલકી કક્ષાનું મટેરીયલ વાપરતા મકાનોમાં તિરાડ પડી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે અને આ બાબતે સ્થાનિક લોકો પણ ગેરનીતિ અને અમુક મકાનો તો હજુ શરુ પણ ન કર્યાનું કહી રહ્યા છે.

કુકરમુંડા તાલુકામાં આશરે 61 જેટલાં ટ્રાયબલ આવાસો ગરીબ કુટુંબ પરિવારોને મંજૂરી આપવામાં આવી છે જેમાં ચોખી આમલી ગ્રૂપગ્રામ પંચાયતમા ટ્રાયબલ સબ પ્લાન્ટ ( TSP)માંથી 11, જેટલાં ટ્રાયબલ આવાસો ગરીબો કુટુંબ પરિવારોને મંજૂર થયા હતા આ બધામાં ભ્રષ્ટાચાર થયાના દ્રશ્યો છે.