ડાંગ: ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનું સુબીર ગામના ઘણાં સમયથી ઈંગ્લીશ અને દેશી દારૂના ગોરખધંધા સ્થાનિક પોલીસની રહેમ હેઠળ ધમધમી રહ્યા હોવાનું સામે આવ્યું છે આ ગોરખધંધા બંધ કરાવવા ગતરોજ  BTTSએ સુબીર પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.

BTTSના જિલ્લા પ્રમુખ દ્વારા આવેદનપત્રમાં લગાવાયેલા આરોપ મુજબ સુબીર ગામમાં છેલ્લા ઘણાં દિવસોથી સાવર ફળિયાના મગન ભાઈ ચૌધરી ફળિયાના વિલેશભાઈ બજાર ફળિયાના વિજયભાઈ ગાંવિત અને બજાર ફળિયાના જ વિલાશભાઈ મગનભાઈ દેસાઈ નામના બુટલેગરો ખુલ્લેઆમ દારુ વેચવાનો ધંધો કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ તંત્ર પણ ઉપરોક્ત બુટલેગરોને સંગ્રહી રહ્યું છે એમ એમના વિરુદ્ધ કોઈ જ પગલાં લેતું નથી જો આવું જ ચાલશે તો ગામમાં શાંતિ ડોહળાવવાની પુરી શક્યતા રહેલી છે.

ગામમાં આ બુટલેગરોને કારણે દારુ પીવા વાળાની સંખ્યા રોજબરોજ વધી રહી છે હાલમાં આ પરિસ્થિતિનો ફાયદો કેટલાંક રાજકીય પક્ષના માણસો પણ ઉઠાવી રહ્યા છે તેઓ લોકોને દારૂની લોભ લાલચ આપી લોકોને પોતાની તરફે કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ તંત્રની બુટલેગરો સાથે મિલીભગત પણ દેખાય રહી છે જો તાત્કાલિક ધોરણે આ બાબતે જિલ્લાના વડું પોલીસતંત્ર કે વહીવટીતંત્ર કોઈ પગલાં ન લે તો આખરે ગ્રામજનોએ કાયદો હાથમાં લેવો પડશે જેની સંપૂર્ણ જવાબદારી જિલ્લાના પ્રશાસનની રહશે.