ધરમપુર: આજરોજ ધરમપુરમાં આવેલા કરંજવેરી, મોટીઢોલ ડુંગરી, ખટાણા, રાજપુરી તલાટ, વિરવલ ગામોના આગેવાનોએ પોતાના પડતર સમસ્યા ન ઉકેલાતા કલેક્ટર સાહેબશ્રી ને ઉદ્દેશીને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પાણી પુરવઠા વિભાગ ધરમપુરને આવેદનપત્ર આપ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના વીતેલા દિવસો દરમિયાન રસ્તાની સાઈડે જે મોટા પાઇપો નાખવામાં આવ્યા હતા જે બાબતે કોઈ પણ ખેડૂતોની સંમતિ કે વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. તેથી આ કામ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી માંગ સાથે કરંજવેરી, મોટીઢોલ ડુંગરી, ખટાણા, રાજપુરી તલાટ, વિરવલ ગામોના આગેવાનો સાથે આશરે 300 થી વધારે સહીઓ સાથે ધરમપુર વાવ બિરસામુંડા સર્કલએ હાર-દોરા કરી પાણી પુરવઠા ઓફીસ ધરમપુર ખાતે સરપંચશ્રી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.

આ આવેદનપત્રઆપવાના પ્રસંગે ગામના આગેવાનોનું કહેવું હતું કે જો આવનારા થોડા દિવસોમાં અમારી માંગણીને ધ્યાનમાં લઇ આ કામગીરી ન રોકવામાં આવે તો અમે તંત્ર સામે ઉલગુલાન કરીશું જેની જવાબદારી જેતે વહીવટી અધિકારીઓની રહશે.