છોટાઉદેપુર: આજરોજ ગુજરાતના છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના અમથી ગામમાંથી SOG દ્વારા લીલા ગાંજાનું લગભગ ૨૪ લાખ રૂપિયા જેટલું વાવેતર પકડાયાની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે સમગ્ર પંથકમાં એની ચર્ચાઓનો વંટોળ ઉઠયો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ઉમથી ગામે સિલદાર ગુમાનભાઈ રાઠવા તામાભાઇ લછ્છુભાઈ રાઠવા ના ખેતરમાં એલા ગાંજાનું વાવેતર કરેલ હતું જેની જાન એસ.ઓ.જી છોટાઉદેપુર ને મળતા સદર ખેતરમાં તપાસ કરતા લીલા ગાંજાનું વાવેતર નંગ ૧૨૭ જેનું વજન 240 કિલો જેટલું મળી આવેલ હતું જેની કુલ કિંમત ૨૪ લાખ 7000 જેટલી થાય છે
આ સંદર્ભે બે આરોપી પૈકી એક આરોપી સિલદાર ભાઈ ગુમાનભાઈ રાઠવાની ધરપકડ પણ કરવામાં આવી છે હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં લીલા ગાંજાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં પકડાયાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે ખરેખર ચિંતાનો વિષય છે.

