નવસારી: તમને યાદ હોય તો દિવાળીના દિવસે વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીન ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે ગતરોજ નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એવી જાણવા મળ્યું છે કે યુવતી પર અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચરાર્યું હતું. આ ખબર મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતા નવસારીની યુવતી હોવાનું જાણવા મળ્યું હતું અને GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે.

જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.