વાંસદા: 5 ઓક્ટોબરના રોજ નવસારીના વાંસદા તાલુકાના નુતન વર્ષના દિને ગામ જામલીયામાં યુવા મિત્રોએ નાના બાળકો માટે રમત-ગમતનું આયોજન કર્યુ હતું જેમાં મોટા પ્રમાણમાં બાળકોએ વિવિધ પ્રકારની 30 જેટલી રમતો ઉત્સવપૂર્વક ભાગ લીધો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના વાંસદા તાલુકાના નુતન વર્ષના દિને ગામ જામલીયામાં યુવા મિત્રોએ નાના બાળકો માટે રમત-ગમતનું આયોજન કર્યુ હતું જેમાં મોટા પ્રમાણમાં બાળકોએ વિવિધ પ્રકારની 30 જેટલી રમતો ઉત્સવપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં રમત-ગમતમાં ઉત્સાહ વધે અને તેઓ રમતના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે એવી અભ્યર્થના હતી.
વાંસદા તાલુકાના ગામ જામલીયાના યુવા મિત્રો દ્વારા કરવામાં આવેલા આ કાર્ય બીજા માટે આદર્શ બની શકે દરેક ગામના યુવાનો આ રીતે આવનારી પેઢી માટે આટલા સભાન બને તો વિવિધ રમતોમાં આવનારા સમયમાં ગ્રામિણ ખેલાડીઓના નેતૃત્વ આપણે જોઈ શકીશું.











