કર્ણાટક: આદિવાસી લોકો કોઈ પણ સ્વાર્થ વગર દેશમાં પરિવર્તન લાવવા માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખતા હોય છે એનું તાજું ઉદાહરણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર કર્ણાટકની આદિવાસી મહિલા તુલસી ગોવડા છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની આદિવાસી મહિલા તુલસી ગોવડાએ 30000 કરતા પણ વધારે વૃક્ષો વાવ્યા છે અને ઉછેર્યા છે. પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓમાં બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યારે તેઓ સન્માન મેળવવા માટે પહોંચી ત્યારે તેના શરીર પર પરંપરાગત ધોતી પહેરી હતી અને તેના પગ નીચે ચપ્પલ પણ નહોતા.
તેઓએ શિક્ષણથી વંચિત રહેવાને કારણે તેઓએ પર્યાવરણની રક્ષા કરવાનો નિર્ણય કર્યો. તેઓ આજે વનવિભાગની નર્સરીની દેખભાળ કરી રહ્યા છે. તેઓને પર્યાવરણવાદી તુલસી ગૌડાને ‘જંગલોના જ્ઞાનકોશ’ તરીકે પણ ઓળખાવે છે. તેઓ 12 વર્ષની ઉંમરથી પોતાને ત્યાં વૃક્ષો વાવી રહ્યા છે અત્યાર સુધીમાં તેમણે હજારો વૃક્ષો વાવ્યા અને તેનો ઉછેર કરીને તેમને મોટા કર્યા.
આ વખતે પદ્મશ્રી મેળવનારા વ્યક્તિઓમાં કોઈએ પહાડ તોડી ગામ માટે નહેર બનાવી છે, કોઈએ નારંગી વેચી સ્કૂલ બનાવી છે, કોઈએ ચા વેચી ગરીબ બાળકોને ભણાવ્યા તો કોઈએ એકલા હાથે હજારો વૃક્ષ ઉછેર્યા છે આ વખતે પદ્મ પુરસ્કાર મોટા શહેરોમાં વસનારા લોકોને નહિ પણ જમીની સ્તર પર ગ્રામ ઉત્થાનનું કરાય કરનારા ગામના અભણ લોકો સુધી પહોંચ્યો છે.