નવસારી: આગામી ૨૦૨૨ ની ચૂંટણીને લઈ હવે કોંગ્રેસ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ કોંગ્રેસ પક્ષે હવે ચાર વર્ષબાદ સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ સભ્ય નોંધણી ઝુંબેશનો લોન્ચિંગ કાર્યક્રમ નવસારી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈ પટેલ, વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ નાયક, એ.ડી.પટેલ, દિપક બારોટ સહિત કોંગ્રેસના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આવનાર સમયમાં નવસારી જિલ્લામાં કોંગ્રેસ પક્ષને કેવી રીતે મજબૂત કરી શકાય તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આવનાર દિવસોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરાયેલ સભ્ય નોંધણી ઝુંબેશમા વધુમાં વધુ યુવાઓ જોડાય એ રીતેના પણ પ્રયાસો કરવામાં આવશે.