ધરમપુર-કપરાડા: ગતરોજ દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા આત્મ નિર્ભય ગ્રામ સર્જન તથા ગ્રામ ગરિમા યોજના હેઠળ સાધન સહાય ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સાધન સામગ્રી વિતરણ કાર્યક્રમ ધરમપુરનાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા આત્મ નિર્ભય ગ્રામ સર્જન તથા ગ્રામ ગરિમા યોજના હેઠળ સાધન સહાય ધરમપુર આવધા, ખાંડા, ભવાડા, બારોલીયા અને કપરાડામાં વરવઢ, કપરાડા, વાલવેરી, મતુનિયા, જામગભાણ, સિલધા, ખૂટલી, બિલિયા, સુથારપાડા, ચિરપડા, કોતલગામ જેવા ગામમાં ખુરશી, બાકડા, વાસણ – તપેલા, સાઉન્ડ સિસ્ટમ, જેવા નાના મોટા પ્રસંગોમાં ગામજનોને આશીર્વાદ રૂપ બની શકે તેવા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા અને ગામનો સહયોગ કરીને સાધન સહાય વિતરણ કરાયું.
લોકાર્પણમાં અધ્યક્ષ સ્થાને ધરમપુરનાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ધરમપુર તાલુકા પ્રમુખશ્રી રમીલાબેન ગાંવિત, નગરપાલિકા પ્રમુખશ્રી જ્યોત્સનાબેન, નરેશભાઈ, રક્ષાબેન, જીલ્લા સભ્ય ઉર્મિલાબેન, તાલુકા મહામંત્રી સતિષભાઈ, દરેક ગામમાં સરપંચશ્રીઓ અને ગામોના જરૂરિયાત મંદ લાભાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ટ્રસ્ટના ડાયરેટર ડૉ. મુકેશભાઈ, અમરભાઇ, સંયોજક મિત્રો વિમલભાઈ, ઈશ્વરભાઈ સાહરી, ધર્માભાઈ, ઈશ્વરભાઈ ચૌધરી અને જ્યોતિર્ધર મિત્રો હાજર રહીને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો.

