નવસારી: પોલીસમાં ગ્રેડ પે વધારા માટેનું ગાંધીનગરમાંથી શરૂ થયેલું આંદોલન હવે દક્ષિણ ગુજરાતના નવસારી સુધી પહોંચ્યું હોય એમ નવસારી પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પોલીસનો ગ્રેડ પે વધારો અને પોલીસ યુનિયન બનાવવાની માંગ સાથે ગુજરાત પોલીસને ન્યાય આપો ના સૂત્રોચાર રસ્તા પર ગુજ્યા હતા.
નવસારી પોલીસ પરિવારની મહિલાઓ જણાવે છે કે, બીજા રાજ્યોની પોલીસને ગુજરાતમાં પોલીસ કરતાં વધારે ગ્રેડ પે મળી રહ્યો છે. ત્યારે ગુજરાત પોલીસને આ અન્યાય કેમ ? આ આંદોલન સફળ કરવા અન્ય જિલ્લાના પોલીસ પરિવારની મહિલાઓએ પણ આગળ આવવું જોઈએ.
નવસારી પોલીસ ગ્રેડ પે વધારોની માંગ કરતી મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી આ બાબતે જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને તેમને મળવાપાત્ર લાભો નિયમોનુસાર પૂરા પાડવા સરકારનું મન હરહંમેશ ખુલ્લું છે. આ અંગે પણ હકારાત્મક અભિગમ દ્વારા નિર્ણય કરાશે.

