નર્મદા: દેશની પ્રથમ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર પાસે આવેલ પોલીસ હેડ ક્વાટર્સના પાછળના ભાગમાં ભવ્ય વિશાળ ભવન નિર્માણની કામગીરી જોવા સંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ કોલેજ તથા હોસ્ટેલના બિલ્ડીંગનું કામકાજ અને કોન્ટ્રાકટર દ્વારા કોઈ ગેરરીતિ તો નથી થઇ રહી વગેરે બાબતોનું અને વિભાગોની માહિતીની ચર્ચા સંસદ મનસુખ વસાવાએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટીના કુલપતિ મધુકર પાડવીની મુલાકાત લીધી
સાંસદ મનસુખ વસાવા જણાવે છે કે દેશની એક માત્ર અને પહેલી ટ્રાયબલ યુનિર્વસિટી નર્મદામાં મળી એનું ગૌરવ છે. હું જેના બિલ્ડિંગના નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું. કુલપતિની મુલાકાત કરી તેઓ ખુબ જ ઉત્સાહથી કામ કરી રહ્યાં છે, પરંતુ તેમને મળ્યા પછી કામચલાઉ ધોરણે હોસ્ટેલમાં અલગ-અલગ વિભાગોમાં રહેતા વિદ્યાર્થીઓને મળવાનું થયું બધા જ વિદ્યાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી શિક્ષણ જગતમાં ખુબ મોટા ઉંચાઈના શિખરો સર કરશે, તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

