ટેકનોલોજી: જાણીતી Google તેના યુઝર્સને સુવિધામાં વધારો કરતું રહે છે. હાલમાં Google Meet દ્વારા એક નવું ફીચર અપડેટ આપવામાં આવ્યું છે. જેના કારણે હોસ્ટ મીટિંગને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકશે જેના લીધે મિટિંગ ગડબડ વગર સફળ થશે.
આ પહેલા ગૂગલ મીટના તમામ યુઝર્સ પાસે માઇક અને કેમેરાનું કંટ્રોલ હતું. જેના કારણે ઘણી વખત મિટિંગ દરમિયાન ગરબડ થઈ હતી. આનો સામનો કરવા માટે હોસ્ટને કંપની તરફથી કેમેરા અને માઇક્રોફોન બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો મીટિંગ દરમિયાન હોસ્ટ ઈચ્છે તો મીટિંગના તમામ યુઝર્સના કેમેરા અને માઈક્રોફોન બંધ કરી શકે છે. Google દ્વારા Google ના એજ્યુકેશન ફંડામેન્ટલ્સ અને એજ્યુકેશન પ્લસના તમામ કાર્યસ્થળોના મીટિંગ હોસ્ટર કરનારને વધુ કંટ્રોલ આપવામાં આવી રહ્યા છે.આ સાથે જ બાકીના Google Workspaceને આગામી દિવસોમાં આ સુવિધાનું અપડેટ મળશે.
મીટિંગ હોસ્ટ પાસે તમામ યુઝર્સના માઇક્રોફોન અને કેમેરાને મ્યૂટ કરવાનો અધિકાર હશે. જો કે જો જરૂરી હોય તો યુઝર્સ પોતાને અનમ્યૂટ કરી શકશે. જ્યારે માત્ર હોસ્ટ પાસે તમામ યુઝર્સને મ્યૂટ કરવાની સુવિધા હશે. આ સુવિધા ફક્ત ડેસ્કટોપ બ્રાઉઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ ટૂંક સમયમાં આઇઓએસ અને એન્ડ્રોઇડ આધારિત મોબાઇલ એપ્સ માટે આ ફીચર રિલીઝ થઇ શકે છે.