અમદાવાદ: રાધા કૃષ્ણના પ્રેમપથ પ્રેમ કરતી પ્રેમીપેઢી આજે કઈ દિશા તરફથી જઈ રહી છે ગતરોજ પ્રેમ પ્રેમમાં ગુસ્સે થઈને હુમલા કરવાના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક પૂર્વ પ્રેમીએ યુવતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ એલિસબ્રિજના દેવભુવન સોસાયટીમાં મૌલી વૈષ્ણવ પરિવાર સાથે રહે છે. તેને સ્કૂલ સમયમાં અંકિત પ્રજાપતિ સાથે પ્રેમ થયો હતો બાદમાં મૌલીને ખબર પડી હતી કે, અંકિતનો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો અને શંકાશીલ છે. તેથી તેણે અંકિત સાથે ત્રણ વર્ષ પહેલા જ સંબંધોનો અંત આણ્યો હતો. જેથી અંકિત વધુ ગુસ્સે ભરાયો હતો. શનિવારના રોજ મૌલી પોતાના ઓફિસના સ્ટાફ સાથે ડીજે પાર્ટીમાં જવા નીકળી હતી. ત્યારે અંકિતે મૌલીનો પીછો કર્યો અને રિલાયન્સ શોપિંગ મોલ પાસે મૌલીને ગાડી ઉભી રખાવીને અંકિતે મૌલીને કહ્યું કે ‘આ છોકરાં કોણ છે ? તારા બોયફ્રેન્ડ છે? તે આવાં છોકરાં માટે મને છોડી દીધો?’ આમ બોલી મૌલીને છરીના ઘા ઝીંકવાનું ચાલુ કરી દીધું છે આ જોઈ મૌલીનો મિત્ર વચ્ચે પડયો તો અંકિતે તેના પર ચપ્પુના ઘા માર્યા હતા. આમ બંને જણા લોહીલુહાણ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં મૌલીએ અંકિત વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલમાં આ ફરિયાદના આધારે નારણપુરા પોલીસ સ્ટેશન હાલમાં અંકિત વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કામગીરી હાથ ધરી છે.

